ન્યુઝ

આ સિંગરે ખાલિસ્તાન સમર્થક બનીને ભારતને કહ્યો ‘બળાત્કારીઓનો દેશ’- બોલીવુડમાંથી ઘણી કમાણી કરી, હવે ભારત દેશ પ્રત્યે ઝેર ઓક્યું

અમુક સમય પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિરુદ્ધ વિવાદિત મંતવ્ય આપીને ચર્ચામાં આવનારી બ્રિટિશ-ઇન્ડિયન સિંગર હાર્ડ કૌર એકવાર ફરીથી વિવાદોમાં છે.

Image Source

હાર્ડ કૌરે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહ મંત્રી અમિત શાહના વિરુદ્ધ અપશબ્દ કહ્યા છે. આ સિવાય હાર્ડ કૌરે બંનેને ડરપોક પણ કહ્યા હતા.જેનો એક વિડીયો પણ વાઇરલ થયો છે જેમાં હાર્ડ કૌર ખાલીસ્તાની સમર્થકો સાથે દેખાઈ રહી છે.

Image Source

2020 રૈફરેન્ડમના સમર્થનમાં હાર્ડ કૌર:
સામે આવેલા વિડીયોમાં હાર્ડ કૌર ખાલીસ્તાની સમર્થકો સાથે દેખાઈ રહી છે.ભારત મૂળની બ્રિટિશ રૈપર વીડિયોમાં રૈફરેન્ડમ 2020 નું સમર્થન કરતા પણ દેખાઈ રહી છે.તે ભારતથી અલગ ખાલિસ્તાનની માંગ પણ કરી રહી હતી.વીડિયોમાં તેણે કહ્યું કે,”આ અમારો હક છે,જેને લઈને જ રહેશું”. અને આ વખતે તેઓ 15 મી ઓગસ્ટના મૌકા પર ખાલીસ્તાની ઝંડાઓ લહેરાવશે અને 2020 ને આગળ વધારશે.

લંડનમાં શૂટ કરવામાં આવ્યો છે વિડીયો:
જે ખાલીસ્તાની સંગઠનના સદસ્યોની સાથે હાર્ડ કૌર દેખાઈ રહી છે તે ભારતમાં બૈન છે. લંડનમાં શૂટ કરવામાં આવેલા આ વીડિયોથી એવું આગે છે કે ખાલીસ્તાની સમર્થક પોતાના નાપાક અજેન્ડાને આગળ વધારવા માટે હાર્ડ કૌરને આગળ કરી રહ્યા છે.આ સંગઠનને પાકિસ્તાન અને ત્યાંની ખુફિયા એજેન્સીઓ દ્વારા સમર્થન કરવામાં આવી રહ્યું છે.

Image Source

વીડિયોમાં હાર્ડ કૌર પ્રધાનમંત્રીના વિરુદ્ધ પણ પ્રતિક્રિયા આપી રહી છે. જણાવી દઈએ કે તેની પહેલા પણ હાર્ડ કૌર આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આપત્તીજનક બાબત કહેવાના આરોપમાં મુકદ્દમો દર્જ કરાવવામાં આવ્યો હતો.જેમાં તેણે આદિત્યનાથજીને રેપિસ્ટ અને મોહન ભાગવતને આતંકવાદી કહ્યું હતું.

Image Source

અમુક દિવસો પહેલા પણ હાર્ડ કૌરનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ભારતના વિરોધમાં વાત કહી રહી હતી અને ખાલિસ્તાનનું સમર્થન કરી રહી હતી. હાર્ડ કૌર આગળના ઘણા સમયથી ભારતના વિરોધમાં મંતવ્ય આપીને લોકોને ભડકાવી રહી છે.

જણાવી દઈએ કે હાર્ડ કૌરે બોલીવુડમાં એક અભિનેત્રી અને સિંગરના સ્વરૂપે કામ કર્યું છે.હાર્ડ કૌરનું સાચું નામ ‘તરન કૌર ઢીલ્લન’ છે. હાર્ડ કૌર પોતાને પહેલી ભારતીય મહિલા રૈપર પણ કહે છે.

Image Source

વર્ષ 1991 માં તેની માં એ એક બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કરી લીધા હતા અને ઈન્ગલેન્ડ શિફ્ટ થઇ ગઈ હતી. હાર્ડ કૌરનું નામ ઘણા વિવાદો સાથે જોડાયું હતું.બોલીવુડમાં ઘણા ગીતોમાં હાર્ડ કૌરે પોતાનો અવાજ આપ્યો હતો.

જુઓ વિડીયો…

Author: TheGujjuRocks.in