જ્યોતિષ

ઘરની અંદર લગાવી લો હનુમાન દાદાની આ તસવીર, દરેક કામમાં મળશે અચૂક સફળતા

હનુમાનદાદા કષ્ટભંજન દેવ છે, મોટામાં મોટી મુસીબતોમાંથી પણ આપણને હનુમાનજી ઉગારી લેતા હોય છે, તેથી જ તેમની ભક્તિ અને તેમની શક્તિનો મહિમા જ અપરંપાર છે, દાદાનું નામ માત્ર લેવાથી પણ ખરાબ શક્તિઓ આપણાથી દૂર ભાગી જાય છે ત્યારે જો હનુમાન દાદાની કેટલીક છબીઓ જો તમારા ઘરમાં લગાવવામાં આવે તો પણ દરેક કામમાં સફળતા મળી શકે છે, ચાલો જોઈએ કેવી છબીથી શું લાભ થાય છે.

Image Source

પર્વત ઉઠાવતા હનુમાનજી:
જો તમારા ઘરમાં પણ પર્વત ઉઠાવતા હનુમાનજીની છબી લાગેલી છે તો આ છબી તમારા બળ અને સાહસમાં વધારો કરે છે, દરેક પરિસ્થિતિમાં તમને લડતા શીખવે છે,  મુશ્કીલીઓ અને જવાબદારીઓને ઉઠાવવાનું નવું સાહસ પ્રદાન કરે છે. તો જો તમારા ઘરમાં આવી છબી ના હોય તો આજે જ લગાવી લો.

Image Source

ઉડતા હનુમાનજી:
તમારા ઘરમાં ઉડતા હનુમાનજીની તસ્વીર હોય કે તમે એવા હનુમાનજીની છબી લગાવવાનું વિચારી રહ્યા હોય તો તેની પાછળનું કારણ પણ જાણવું જોઈએ, ઉડતા હનુમાનજી તમારી પ્રગતિ અને સફળતા અપાવે છે. આ છબીની મદદથી આપણને આગળ વધવાનું અને સફળતાની પ્રેરણા મળે છે.

Image Source

શ્રી રામનું ભજન કરતા હનુમાનજી:
ઘણી છબીઓમાં આપણે જોઈએ છે કે હનુમાનજી હાથમાં કરતાલ લઈને ભગવાન શ્રી રામની ભક્તિમાં લિન હોય છે, તમે પણ જો તમારા ઘરમાં આવી છબી લગાવશો તો તમારા ઘરનું વાતાવરણ પણ ભક્તિમય રહશે અને ઘરમાં આવનારી ઘણી મુશ્કેલીઓ પણ દૂર થઇ જશે.

Image Source

ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠેલા હનુમાનજી:
હનુમાન દાદાની એવી છબી જેમાં તેઓ ભગવાન શ્રી રામના ચરણોમાં બેઠા હોય તે લાવીને તમે ઘરમાં લગાવશો તો પણ તમારા ઘરમાં ભક્તિભાવ વ્યાપેલો રહશે તેમજ એકબીજી વ્યક્તિ પ્રત્યે પણ સમર્પણની ભાવના વ્યાપેલી રહેશે.

ધ્યાનમુદ્રામાં બેઠેલા હનુમાનજી:
જો તમે માનસિક શાંતિ મેળવવા માંગો છો અને મોક્ષના માર્ગ ઉપર જવા ઈચ્છો છો તો હનુમાનજીની ધ્યાનમુદ્રામાં બેઠેલી કોઈ છબી લાવીને ઘરમાં લગાવો. આ છબી તમારું ધ્યાન પણ કેન્દ્રિત કરશે અને તમને માનસિક શાંતિ પણ અપાવશે.

Image Source

લાલ રંગના હનુમાનજીની છબી:
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદરના દક્ષિણ ભાગની દીવાલ ઉપર લાલ રંગના હનુમાનજીની છબી લગાવવામાં આવે તો તમારો મંગળ જો અશુભ હોય તો પણ તે શુભ પરિણામ આપવા લાગે છે. જો તમારા ઘરમાં ઘરકંકાશ વ્યાપેલો છે તો આ છબીથી એ પણ દૂર થઇ જશે.

Author: thegujjurocks.in