Recent Hits

લગ્નમાં સોનાની કાર અને 1 હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર છે આ છોકરી, પરંતુ છોકરા પાસેથી પૂરી થવી જોઈએ આ શરત

  • Admin Author
  • April 30, 2019
  • Comments Off on લગ્નમાં સોનાની કાર અને 1 હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર છે આ છોકરી, પરંતુ છોકરા પાસેથી પૂરી થવી જોઈએ આ શરત

લગ્ન એ બે લોકો અને બે પરિવારો વચ્ચે બંધાતું એવું બંધન છે, જે તેમને આખું જીવન એકબીજા સાથે જીવવા માટે હિમ્મત આપે છે. જોવા જઈએ તો કોઈ પણ છોકરો કે છોકરી લગ્ન કર્યા વિના અધૂરા છે.

આ લાંબા જીવનમાં દરેકને જીવનસાથીની જરૂર હોય છે. એવામાં જો પોતાની પસંદગીનો સાથી મળી જાય તો જીવનનો મુશ્કેલ સફર પણ આસાન થઇ જાય છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત સિવાય પણ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યા દહેજ લેવા અને દેવાની પરંપરા ચાલી આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે લગ્ન થવા પર છોકરાવાળા તરફથી છોકરીના પરિવાર પાસેથી દહેજ માંગવામાં આવે છે. જો કે દહેજ પ્રથા હવે ઓછી થઇ ગઈ છે, પરંતુ હજુ પણ ઘણા દેશો એવા છે જ્યા આ પ્રથા ચાલે તો છે. દહેજ પ્રથાના કારણે છોકરીના પરિવારે ઘણું નુકશાન પણ ભોગવવું પડે છે.

Image Source

જોકે તે કાનૂની ગુનો છે, પરંતુ કેટલાક અમીર લોકો આજે પણ વહુ-દીકરીઓને દહેજ આપવાનું પસંદ કરે છે. આજે આવી જ એક હસ્તી વિશે વાત કરીશું કે જેના વિશે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે.

આ છોકરી કોઈ સાધારણ છોકરી નથી, પરંતુ એક પ્રખ્યાત સેલિબ્રિટી છે, જેની સાથે લગ્ન કરવા માટે દુનિયાનો દરેક છોકરો ઉત્સુક છે. તેના પાછળનું કારણ એ છે કે તે દેખાવમાં જેટલી સુંદર છે એનાથી વધુ તે અમીર છે. માહિતી અનુસાર, આ છોકરીએ લગ્ન કરવા માટે જાહેરાત કરી છે કે જે કોઈ પણ છોકરો તેની સાથે લગ્ન કરશે, તેને દહેજ આપશે અને દહેજમાં એક હજાર કરોડ રૂપિયાની સોનાની કિંમતી કાર આપશે. આ વાત સાંભળીને અજુગતું લાગશે પણ વાત એકદમ સાચી જ છે.

Image Source

મીડિયાના અહેવાલો મુજબ, આ છોકરીએ લગ્ન માટે ખાસ શરત મૂકી છે. એટલે જે છોકરો આ શરત પર ખરો ઉતરશે, એ જ છોકરો તેનો પતિ બનશે અને સોનાની મોંઘી કારનો માલિક બનશે. છોકરીની શરત મુજબ, તેનો થવાવાળો પતિ હિમતવાન અને બળવાન હોવો જોઈએ. આ છોકરી બીજી કોઈ નહિ પણ કિમ જોંગ ઉનની બહેન છે.

કિમ જોંગ ઉને પોતાની બહેન માટે છોકરો શોધવાનો શરુ કર્યો છે, પરંતુ તેને લગ્ન માટે ખાસ શરત મૂકી છે, જે ઘણી હેરાન-પરેશાન કરી દેનાર છે. કિમની શરતો અનુસાર, તેને પોતાની બહેન માટે એક કાબેલ છોકરો જોઈએ છે, જેની ઊંચાઈ 5’10” થી વધારે હોવી જોઈએ નહીં, અને ભૂતકાળમાં, કોઈ પ્રેમ સંબંધ હોવો જોઈએ નહીં, તેનું વજન 75 કિલો હોવું જોઈએ અને સિક્સ પેક્સ હોવા જોઈએ.

Image Source

આવો છોકરો મળવો ઘણો મુશ્કેલ છે પરંતુ જ આવો છોકરો મળી જાય તો કિમ જોંગ તેને દહેજ આપશે જેમાં એક સોનાની કાર અને 1 હજાર કરોડ રૂપિયા આપશે. અહીં નોંધનીય છે કે આ વાત જો આપણા દેશની હોત તો આ છોકરી સાથે લગ્ન કરવા માટે લાખો છોકરાઓ લાઈનમાં ઉભા રહી જાત, પરંતુ ઉત્તર કોરિયાનો એક પણ છોકરો આ છોકરી સાથે લગ્ન કરવાની હિમ્મત નથી કરતો. હવે તમે જ વિચારો કે આવો છોકરો કેવી રીતે બની શકાય?

Author: thegujjurocks.in

error: Content is protected !!