જ્યોતિષ

મોટાભાગના લોકોને નથી ખબર ધનવાન બનવાના આ 5 ગુપ્ત રહસ્ય- જાણો અત્યારે જ

દરેક કોઈ ધનવાન બનવા માંગે છે.વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળ પર કે પછી કર્મના બળ પર, પણ ઘણીવાર આ બંન્ને સિદ્ધાંત વ્યર્થ સિદ્ધ થઇ જાય છે.આજે અમે તમને જણાવીશું ધનવાન બનાવના એવા ગુપ્ત રહસ્ય વિશે જેને અપનાવીને તમે પણ ધનવાન બની શકો છો.જ્યોતિષ અને અન્ય માધ્યમોના અનુસાર પાંચ એવા ગુપ્ત રહસ્ય છે જેને અપનાવીને તમે ચમત્કારિક રૂપથી ધનવાન બનવાના રસ્તા પર ચાલી પડશો.

1.ઈશ્વર,પ્રકૃતિ કે આકાશ પાસેથી માંગો:

Image Source

ઈશ્વર,પ્રકૃતિ કે આકાશ પાસે તમને આપવા માટે ઘણુંબધું છે, પણ જો તમારી પાસે કોઈ વસ્તુને મેળવવા માટેની થોડી ઘણી પણ ઈચ્છા નથી તો તે તમને ક્યારેય નહિ મળે.તમારી ઈચ્છા કે માંગણીમાં તાકાત હોવી જોઈએ.તેને માંગવાના સમયે મનમાં વિશ્વાસ રાખો. તમારી માંગણી સ્પષ્ટ હોવી જોઈએ.પહેલા કોઈપણ એક વસ્તુ માંગો અને તેના મળવાની વિશ્વાસની સાથે વાટ જુઓ, તો તે તમને ચોક્કસ મળશે.તમારી ઈચ્છા કે માંગણી બદલતી રહેશે તો તમારા વાટ જોવાનો સમય પણ લાંબો થાતો જશે..

2.રાતે પૈસાની નોટને ગણીને જ ઊંઘવું:

Image Source

રોજ સુતા પહેલા નોટને ગણીને યોગ્ય સ્થાન પર રાખીને ઊંઘવું જોઈએ.આવું ઓછામાં ઓછું 43 દિવસ સુધી કરો.

3.આ વાસ્તુનિયમોને અપનાવો:

Image Source

ઘરને વાસ્તુ અનુસાર બનાવો. ગુસ્સો ના કરો અને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો. ઘરના બેઠક રૂમમાં એવા ચિત્ર લગાવો જેમાં એક હસતો પરિવાર દેખાતો હોય. પૂજા સ્થાન પર માતા લક્ષ્મીનું એવું ચિત્ર લગાવો જેના હાથોથી ધનની વર્ષા થઇ રહી હોય.ભોજન હંમેશા પૂર્વ કે ઉત્તરના તરફ મોં રાખીને કરવું જોઈએ.ઘરની તિજોરીમાં તાંબુ,પીતળ કે ચાંદીના સિક્કા તિજોરીમાં રાખો અને ઘરના વાતાવરણને સુગંધીત રાખો. અને છેલ્લો ઉપાય એ છે કે દરેક શનિવારે પીપળાના વૃક્ષની નીચે ઘી નો દીવો અને સુગંધિત અગરબત્તી કરો.

4.આભાર વ્યક્ત કરવાની આદત બદલો:

Image Source

ભગવાનની પાસે દરેક કોઈ માંગવા માટે જાય છે પણ આભાર વ્યક્ત કરવા માટે કેટલા લોકો જાતા હશે? તમારા જીવનમાં અત્યાર સુધી જે પણ મળ્યું છે તેના માટે ભગવાન, પ્રકૃતિ કે કોઈપણ વ્યક્તિનો દિલથી આભાર માનો. એક આભારની તાકાતને સમજો. હંમેશા આભાર વ્યક્ત કરવા માટે તૈયાર રહો, કેમ કે આગળ પણ તમને ઘણુંબધું મળવાનું છે.

5.વિશ્વાસ કરો કે તમે ધનવાન હોવ:

Image Source

જો તમે વાસ્તવમાં ધનવાન બનવા માંગો છો તો એક ધનપતિના જેવા વિચારો છે, તેવા જ વિચારો તમારે પણ બનાવાના રહેશે. તમારે તમારી જીવવાની સ્ટાઇલ પણ બદલાવાની રહેશે અને પોતાને ધનવાન સમજવાનું રહેશે. વિશ્વાસની ખુબ મોટી તાકાત હોય છે.વિચારો બદલો તો ભવિષ્ય બદલશે. જે લોકો પોતાને દરિદ્ર માને છે, તેઓ હંમેશા દરિદ્ર જ બનેલા રહી જાય છે.

Author: TheGujjuRocks.in