Bollywood

ગળાડૂબ પ્રેમમાં હોવા છતાં થઈ ગયો દાવ, દીપિકાએ રણબીરને રંગે હાથ ઝડપી પાડ્યો’તો! પછી

પદ્માવત, બાજીરાવ મસ્તાની, અને ગોલિયોં કી રાસલીલા-રામલીલા જેવી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની ટોચની અદાકારા બની ચુકી છે. આ મુકામ પર પહોંચવા માટે તેણે ઘણો સંઘર્ષ પણ કર્યો છે.

Image Source

આજે ભલે દીપિકાએ અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હોય અને સુખી સંસાર ભોગવી રહી હોય પણ ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં પગ મૂકનારી અભિનેત્રી દીપિકાનું નામ એક સમયે રણબીર કપૂર સાથે જોડવામાં આવતું હતું.

Image Source

એક સમય એવો હતો જયારે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના પ્રેમની ચર્ચા બોલિવૂડમાં સામાન્ય રીતે જ થતી હતી. બંને ઘણીવાર ખુલ્લેઆમ પોતાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહેતા હતા.

Loading...
Image Source

દીપિકા તો રણબીર સાથે એ હદે પ્રેમમાં હતી કે તેને તો રણબીરના નામનું ટેટૂ પણ બનાવડાવ્યું હતું. પરંતુ પછી રણબીરના જીવનમાં કેટરીનાનો પ્રવેશ થયો અને રણબીર અને દીપિકાની લવસ્ટોરીનો અંત આવી ગયો.

Image Source

રણબીર સાથે બ્રેકઅપ પછી દીપિકાની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઈ હતી અને આ દુઃખમાંથી બહાર આવવામાં દીપિકાને ઘણો સમય પણ લાગ્યો હતો. એ દરમ્યાન તેના જીવનમાં રણવીર સિંહ આવ્યો અને તેને આજીવન માટે દીપિકાનો સાથ આપવા માટે તેનો હાથ પકડી લીધો.

Image Source

વર્ષ 2008માં આવેલી ફિલ્મ બચના એ હસીનોમાં રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બંનેએ યે જવાની હૈ દીવાની અને તમાશા ફિલ્મમાં પણ સાથે કામ કર્યું. એવું માનવામાં આવે છે કે યે જવાની હૈ દીવાનીના શૂટિંગ દરમ્યાન બંને એકબીજાના પ્રેમમાં પડયા અને ત્યારથી જ બંને વચ્ચેના સંબંધોની ચર્ચા ચારેબાજુ થવા લાગી હતી.

Image Source

રણબીર અને દીપિકાનું અફેર લાંબુ ન ચાલ્યું અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું. આ વાતથી સૌથી વધુ દુઃખી દીપિકા થઇ ગઈ. એ ખૂબ જ રડી અને આ વાતનો ખુલાસો તેને જાતે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

Image Source

દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મેં એક દિવસ એને રંગેહાથો પકડ્યો. બસ ત્યારે જ વિચારી લીધું હતું કે આગળ વધવાનો સમય થઇ ચુક્યો છે. મને લાગે છે કે કોઈની પણ સાથે પર્સનલ થવાનો અર્થ ફિઝિકલ થવું એ જ નથી હોતો, પણ ઇમોશનલી જોડાવાનો પણ હોય છે. પરંતુ એ પણ જરૂરી નથી કે દરેકના વિચારો એવા જ હોય.’

Image Source

આગળ જણાવતા દીપિકાએ કહ્યું હતું – લોકો મને કહેતા હતા મેં એ મને દગો આપી રહ્યો છે, હું પણ જાણતી હતી કે એ મારી સાથે દગો કરી રહ્યો છે પણ તેમ છતાં હું તેની સાથે રહી. તેને સંબંધની ભીખ માંગી તો મેં એને બીજો મોકો આપ્યો. પણ તેમ છતાં તેને મને દગો આપ્યો. આ એની આદત છે. જો કે આ દરમ્યાન તેને કોઈનું નામ ન લીધું પણ દેખીતું છે કે અહીં એ રણબીર વિશે વાત કરી રહી હતી.

Image Source

દીપિકાએ કહ્યું હતું – એ સમયે હું ખૂબ જ ગુસ્સામાં હતી. અમારા અંગત જીવન વિશે એ વખતે ઘણું બધું છપાઈ રહ્યું હતું. પરંતુ આજે અમે એ બધું જ પાછળ છોડી દીધું છે. આજે અમે પોતપોતાના અંગત જીવનમાં ખૂબ જ ખુશ છીએ.

Image Source

જયારે આ અંગે જ રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘દીપિકા મારાથી ઘણી ગુસ્સે હતી અને રિસાયેલી હતી. પરંતુ એકવાર એ મને કોલ તો કરતે. મને લાગે છે કે એ સમયે સારું એ રહેતે કે એ મને ફોન કરતે, અને ન કે પબ્લિકમાં આ રીતે વાત કરતે.’

Author: thegujjurocks.in