સ્ટોરી

‘હું તારા પતિની પ્રેમિકા છું પણ તે દગાબાજ નથી” સ્ટોરી ….પ્રેમ આંધળો હોય છે પણ હંમેશા નથી હોતો, ઘણીવાર વ્યક્તિ પ્રેમમાં પડવા છતાં પણ પોતાની જવાબદારીઓ અને પરિવારને છોડી નથી શકતા

પ્રેમ આંધળો હોય છે પણ હંમેશા નથી હોતો, ઘણીવાર વ્યક્તિ પ્રેમમાં પડવા છતાં પણ પોતાની જવાબદારીઓ અને પરિવારને છોડી નથી શકતા. એક મહિલાએ પોતાની એવી જ એક કહાની ‘દ ગાર્જિયન’ થી શેયર કરી છે. વાંચો એક વિવાહિત વ્યક્તિની પ્રેમિકાનો તેની પત્નીને લખેલો લેટર…

Image Source

મને ખબર છે કે તારું એક અસ્તિત્વ છે, તું તેનું નામ, તેનું બાળક, તેનું ઘર અને તેની પર્શનલ જીવનની તું ભાગીદાર છો, જ્યારે હું તો માત્ર ચોરેલી ક્ષણોને જ જીવી રહી છું કદાચ તેનું કોઈ અસ્તિત્વ જ નથી. હું તેના વિચાર, તેના સપના અને તેની ભાવનાઓ વ્યક્ત કરું છું, તે બધુજ જે તે વ્યક્તિના મનમાં છે પણ તે બધું નહિ જે તેના બહારના જીવનનો હિસ્સો છે.

તારા લગ્નને 20 વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે જેમાં ઘણી જવાબદારીઓ પાર કરી હશે, સાથે ઘર ચલાવવું, પોતાના દિલના સૌથી નજીક પોતાના બાળકને પ્રેમ કરવો અને અન્ય એવી ઘણી ચીજો…પણ અમુક કારણોને લીધે ઘણા વર્ષો પહેલા જ તારો તે વ્યક્તિ માટે પ્રેમ ખતમ થઇ ગયો છે.તું કદાચ પોતાના માટે વિચારેલા જીવનને જીવતી હશે પણ શું તે આ લગ્નમાં ખુશ છે જેમાં તું એક માત્ર પત્નીની જ જવાબદારીઓને નિભાવે છે પણ તેમાં પ્રેમ શામિલ નથી.

Image Source

શું તું તેને પ્રેમ કરે છે? જો તેને તારી પાસેથી પ્રેમ મળતો તો શું તે મારી પાસે આવતો?શું તેને મારી જરૂર પડતી?હું તને દોષ નથી આપી રહી પણ તે કદાચ તેને પ્રેમ કરવાનું છોડી દીધું છે. પણ તું માત્ર દેખાડવા માટે એક પ્રેમવગરના લગ્નને શા માટે નિભાવી રહી છે?

મેં તારા પતિની સાથે અફેયરને ખતમ કરી નાખ્યું છે કેમ કે તે પોતાના બાળકોને દુઃખી કરવા નથી માંગતો અને અમે હંમેશા એ સવાલનો જવાબ શોધતા રહેતા હતા કે આવું કર્યા વગર આપડે સાથે કેવી રીતે રહી શકીયે?

મને એ વિચારીને ખુબ દુઃખ થાતું હતું કે હું જે વ્યક્તિને પ્રેમ કરું છું, તેને પોતાનું જીવન ટુકડામાં જીવવું પડશે.મને કોઈ રસ્તો દેખાઈ રહ્યો ન હતો અને ના તો તેને. તે કોઈપણ કિંમતે પોતાના બાળકોના દૂર જાવાને સહન કરી શકતો ન હતો, તેના માટે અમારા અલગ થવાના તુલનામાં તે દર્દ ખુબ જ મોટું હતું.

Image Source

તું તેને તે પ્રેમ શા માટે ના આપી શકે જેની તેને જરૂર છે? તું તેને તે સાથ એન દેખભાળ શા માટે નથી આપતી જે એક પ્રેમમાં મળે છે? સમાજને દેખાડવા માટે એક સફળ વિવાહિત જીવનની જીવનભર કોશિશ કરવા કરતા હું તને તેને છોડી દેવા માટે નહિ કહું, બસ એ જ કહેવા માગું છું કે તું તેને સમજ અને પ્રેમ કર અને ખુદને પણ સમજ અને પ્રેમ કરવા દે. તારા લગ્ન માત્ર નામ પૂરતા જ ના રહી જાય.

જો કે મને કંઈપણ કહેવાનો અધિકાર નથી કેમ કે મને આ કહાનીનો  માત્ર એક જ પહેલું ખબર છે. પણ હું જે પુરુષને ઓળખું છું, તેને જો પ્રેમ મળતો તો તે ક્યારેય મારી પાસે આવ્યો જ ના હોત.તે અત્યારે પણ તને જ પસંદ કરે છે કેમ કે તે તને પોતાની જવાબદારી સમજે છે પણ કદાચ તેને પ્રેમની ખામીનો અનુભવ થાય છે.

Image Source

તમારા લગ્નમાં પ્રેમ ક્યારે અને કેવી રીતે ખતમ થઇ ગયો?મને તારા પતિ વિશે જેટલી પણ ખબર છે, તેણે ક્યારેય દગો આપ્યો જ ના હોત, તે તેવા પ્રકારનો વ્યક્તિ જ નથી. એક વિવાહિત પુરુષની પ્રેમિકા હોવા છતાં પણ,જેને વફાદારી માંગવાનો કોઈ હક નથી, છતાં પણ તે વફાદાર હતો અને મારી અપેક્ષાઓ કરતા એક ડગલું આગળ જઈને તે સુરક્ષિત અનુભવ આપતો હતો. તે તેની આવી વફાદારીને કેવી રીતે જાવ દીધી?

Author: TheGujjuRocks.in