Bollywood

આ 4 ભારતીય અભિનેત્રીઓ નું દિલ આવ્યું પાકિસ્તાની ક્રિકેટરો પર, એકે તો લગ્ન પણ કરી…

આપણે હંમશા જોતા આવી છીએ કે, ક્રિકેટર અને બોલીવુડનો સંબંધ હંમેશા સારો રહ્યો છે. પરંતુ આ સંબંધ ઘણી વાર હદો પાર કરી દે છે. બોલીવુડની ઘણી એક્ટ્રેસની દિલ સીમા પાર પાકિસ્તાની ક્રિકેટરમાં આવ્યું તો ઘણી એક્ટ્રેસનું દિલ ભારતીય ક્રિકેટર પર આવી ગયું હતું. પરંતુ ઘણા પ્રેમી પંખીડા એવા છે કે, જે લોકોની પ્રેમ કહાની તો શરૂ થઇ ગઈ પરંતુ લગ્નમાં પરિણમી હતી નહીં.

આવો જાણીએ એવા પ્રેમી પંખીડા વિષે જે ચર્ચામાં રહ્યા હતા.

સુષ્મિતા સેન અને વસીમ અકરમ

Image Source

બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં જેની ગણના થતી હતી તે સુષ્મિતા સેનનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે જોડાયું હતું. સુષ્મિતા અને વસીમની મુલાકાત એક રિયાલિટી શો દરમિયાન થઇ હતી. આ રિયાલિટી શોમાં બંને જજની ભૂમિકામાં હતા. શો બાદ વસીમ અને સુષ્મિતા પાર્ટી અને ઇવેન્ટમાં પણ સાથે જોવા મળતા હતા. આ બંનેનો સંબંધ ફક્ત 6 મહિના જ ચાલ્યો હતો. બાદમાં બંને અલગ થઇ ગયા હતા.

જીનત અમાન અને ઇમરાન ખાન

જીનત વીતેલા જમાનાન હોટ એક્ટ્રેસ હતી. જીનતના અફેર ઘણા સેલિબ્રિટી સાથે હતા. આ પૈકી જીનત અને ઇમરાન ખાનનું પ્રેમ પ્રકરણ મીડિયા અને બોલીવુડમાં છવાઈ ગયું હતું. જે સમયે જિનતની ઇમરાન ખાન સાથેનું પ્રેમ પ્રકરણ હતું તે સમયે ઇમરાન પણ હેન્ડસમ અને સ્માર્ટ હતો. જીનત અને ઈમરાનની મુલાકાત પાકિસ્તાનમાં થઇ હતી. જીન્નત કામના સિલસિલામાં પાકિસ્તાન જતા ઇમરાન ખાન સાથે સંબંધ થયો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો ના હતો.

રિના રોય અને મોહસીન ખાન

Image Source

એક જમાનાની જાણીતી એક્ટ્રેસ રિના રોયની દિલ પાકિસ્તાની ક્રિકેટર પર આવી ગયું હતું. રિના રોયે એક્ટિંગ છોડીને પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ રિનાનો આ સંબંધ વધુ સમય સુધી ચાલ્યો ના હતો. આ બંને થોડા સમયમાં જ અલગ થઇ ગયા હતા. રિના અને મોહસીનને તેના લગ્નજીવન દરમિયાન એક દીકરી પણ થઇ હતી જેનું નામ સનમ છે. રિનાએ તેની ફિલ્મ ‘ સનમ તેરી કસમ’ પરથી નામ રાખ્યું હતું. રિના પાસે તેની દીકરીની કસ્ટડી છે.

શોએબ અખ્તર અને સોનાલી બેન્દ્રે

Image Source

પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરની દિલ બોલીવુડની સોનાલી બેન્દ્રે પણ આવી ગયું હતું. શોએબ સોનાલીને એ હદે પ્રેમ કરતો હતો કે, તેને કહી પણ દીધી હતું કે, જો સોનાલી વાત નહીં કરે તો તે તેનું અપહરણ કરી લેશે. પરંતુ સોનાલી બેન્દ્રેનું આ પર કોઈ નિવેદન આવ્યું ના હતું. આ બાદ સોનાલીએ ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા, શોએબ પણ તેની જિંદગીમાં આવગલ વધી ગયો છે.

Author: thegujjurocks.in