ઉપાય સ્વાસ્થ્ય

નાક પર ગંદા બ્લેકહેડ્સને દુર કરાવા માટેના આ 10 ઘરેલું ઉપાય- જરૂર ફાયદો થશે

કોઈ પણ ઉંમરની વ્યક્તિને બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે, પણ વધુ પડતું આ કિશોર અવસ્થાની વ્યક્તિઓને થાય છે. બ્લેકહેડ્સને open comedones પણ કહેવાય છે. આ સ્કિન ઉપર કાળા કે પીળા રંગના ધબ્બા થાય છે. આ ત્યારે થાય છે જ્યારે હેયર કોલીફલના મોઢામાં અતિરિક સીબમ, ડર્ટ કે ડેડ સ્કિન જામી જવાને કારણે બંધ થઈ જાય છે. બ્લેકહેડ્સનો કાળો કલર ડર્ટને કારણે નથી થતા પણ ઓક્સીકરણને કારણે થાય છે. ઓક્સીકરણ ત્યારે થાય છે જ્યારે હેયર ફોલિકલનું બંધ મોઢું બહારની હવાના સંપર્કમાં આવે છે.

થોડા અન્ય ફેક્ટર્સ જેવા શરીરના હોર્મોન્સમાં બદલાવ, કોસ્મેટિક પ્રોડક્ટ્સનો વધુ વપરાશ, સ્કિનની સારી રીતે સાર સાંભળ, તણાવ અને જેનેટિક્સને કારણે પણ બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે. બ્લેકહેડ્સ હંમેશા મોઢાની સ્કિન ઉપર હોય છે, ખાસ કરીને નાક ઉપર. પણ આ શરીરના અન્ય ભાગો જેવા કે છાતી, પીઠ, ગળું, હાથ અને ખભા પર હોય શકે છે. જો એનું સમય સાથે ઉપચાર ન થાય તો એને કારણે મૂંહસે થઈ શકે છે. બ્લેકહેડ્સના ઉપચાર માટે ઘણી મેડીસીન્સ ઉપલબ્ધ હોય છે, કારણકે સૌથી પહેલી પ્રાકૃતિક ઉપચાર અપનાવું જોઈએ, કારણકે એના કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતા. રસોઈમાં રહેલ થોડા સિમ્પલ પદાર્થો અપનાવી થોડા દિવસોમાં બ્લેકહેડ્સથી છુટકારો મેળવી શકાય છે. અહીં પર બ્લેકહેડ્સને હટાવવાના 10 સામાન્ય ઘરેલુ ઉપચાર આપેલ છે.

Image Source

1. બેકિંગ સોડા (Baking Soda)

બ્લેકહેડ્સના ઈલાજમાં બેકિંગ સોડા ઘણો ઉપયોગી પદાર્થ છે. આ સ્કિનથી ઇમ્યુરિટી જેવા ડર્ટ અને કચરા સાફ કરવામાં મદદ કરે છે. બે ચમચી બેકિંગ સોડા મિનરલ વોટર ઉમેરી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને બ્લેકહેડ્સ ઉપર લગાવી ધીરે ધીરે માલિશ કરો. પછી એને થોડી મિનિટ્સ માટે સુકાવા દો અને પછી ગરમ પાણી ધોઈ લો. આ ઉપચારને અઠવાડિયામાં એક કે બે વખત કરો.

2. દાલ ચીની (Cinnamon)

બ્લેકહેડ્સને ઠીક કરવા અને બીજી વખત આવતા રોકવા માટે દાલચીનીનો ઉપયોગ કરી શકાય છે. એક ચમચી દાલચીની પાઉડર , એક ચમચી લીંબુનો રસ અને એક ચપટી હળદર ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા પુરા મોઢા ઉપર લગાવી લો 10-15 મિનિટ માટે એને સુકાવા દો. સુકાયા પછી એને સાફ કરી લો. કે પછી, એક એક ચમચી દાલચીની અને મધને ઉમેરી પેસ્ટ બનાવો અને મોઢા પર લગાવો. સારા રિઝલ્ટ માટે આમાંથી કોઈ એક ઉપચારને લગાતાર 10 દિવસ સુધી કરો.

Image Source

3. ઓટમિલ અને દહીં (Oatmeal and Yogurt)

સ્કિન અને બ્લેકહેડ્સથી બચવા માટે ઓટમિલ અને દહીંના મિશ્રણ ઘણો ફાયદેમંદ રહે છે. ચાર ચમચી દહીંમાં જરૂર મુજબ ઓટમિલ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા મોઢા ઉપર લગાવી 10 મિનિટ માટે સ્ક્રબ કરો. પછી એને પાણીથી ધોઈ લો. સ્કિન ને ક્લિયર રાખવા માટે આ ઉપચારને નિયમિત કરો.

4. લીંબુ નો રસ (Lemon Juice)

બ્લેકહેડ્સ હટાવવા માટે લીંબુમાં રસનો ઉપયોગ ઘણો પ્રચલિત છે. એમાં રહેલ વિટામિન્સ અને પોષક તત્વ બધા પ્રકારની સ્કીન ટાઈપ્સ માટે ફાયદેમંદ રહે છે. અડધા કાપેલા લીંબુ ઉપર થોડું મધ અને થોડી ખાંડ નાખી લો. હવે તેને મોઢા ઉપર ઘસો , ખાસ કરીને બ્લેકહેડ્સથી પીડિત હિસ્સામાં. 10 મિનિટ પછી એને ધોઈ લો. આ ઉપચારને અઠવાડિયામાં એક કે બે વખત કરો. તમે તાજા લીંબુના રસને દૂધ અને ગુલાબ જળ સાથે ભેળવી ફેસિયલ ક્લીનસર પણ બનાવી શકો છો. એનો ઉપયોગ અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત કરો.

5. ગ્રીન ટી(Green Tea)

બ્લેકહેડ્સના ઈલાજ માટે ગ્રીન ટીનો ઉપયોગ પણ કરી શકાય છે. એક ચમચી સૂકી ગ્રીન ટીની પત્તિઓમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. હવે એ પેસ્ટને તમારા ચહેરા પર બે-ત્રણ મિનિટ માટે સ્ક્રબ કરો. પછી એને ગરમ પાણીથી ધોઈ લો. આ સ્ક્રબ ઓઈલી સ્કિનને સાફ કરે છે અને બંધ થયેલ છિદ્રોને ખોલે છે.

Image Source

6.મધ (Honey)

મધ આ બૈલેસિંગ ક્વોલિટી હોય છે જે ઓઈલી સ્કીન અને બ્લેકહેડ્સ બંનેના ઈલાજ માટે ફાયદેમંદ હોય છે. મધ સ્કિનના છિદ્રોને નમી પ્રદાન કરે છે અને સાથે જ એમને ટાઈટ પણ બનાવે છે. એનાથી તમારા સ્કિનમાં ગોરાપણું અને ચમક આવે છે. તમારા ચહેરા ઉપર શુદ્ધ મધ લગાવી 10-15 મિનિટ માટે છોડી દો. પછી એને ગરમ પાણીથી ધોઈ લો.

7.હળદર(Turmeric)

હળદર સ્કિનને રીપેર અને હિલ કરવામાં મદદ કરે છે એટલા માટે એ બ્લેકહેડ્સના ઈલાજ માટે પણ લાભકારી થાય છે. બે ચમચી ફુદીનાના રસમાં જરૂર મુજબ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવીને સૂકવવા દો. સુકાયા પછી એને ગરમ પાણીથી ધોઈ લો. કે પછી, લાલ ચંદન, હળદર અને દૂધ ભેળવીને પેસ્ટ તૈયાર કરો. એને તમારા બ્લેકહેડ્સ ઉપર લગાવીને 10 મિનિટ માટે છોડી દો. એના પછી પાણીથી ધોઈ લો.

8. સેંધા મીઠું (Epsom Salt)

સેંધા મીઠું પણ સ્કિનને સાફ કરી બ્લેકહેડ્સને ઠીક કરવામાં મદદ કરે છે. એક ચમચી સેંધા મીઠું અને થોડા ટીપા આયોડીનના થોડા ગરમ પાણીમાં સારી રીતે ભેળવી લો. હવે એ મિશ્રણને ઠંડુ થવા દો. હવે એક રૂને આ મિશ્રણમાં ભીનું કરી બ્લેકહેડ્સ ઉપર લગાવો. જ્યારે સુકાઈ જાય એને સાફ કરી લો.

Image Source

9. મકાઈનો લોટ(Cornmeal)

મકાઈનો લોટ એક અપઘષૅક તરીકે કામ કરે છે જે સ્કિનના છિદ્રોને બંધ કરવાવાળી ડર્ટને સાફ કરવામાં મદદ કરે છે બે ચમચી બારીક મકાઈના લોટમાં થોડું દૂધ કે પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. એને લગાવવા પેહલા મોઢા પર સ્ટીમ લો જેથી સ્કિનના છિદ્રો ખુલી જાય. પછી એ પેસ્ટને લગાવો અને ધીરે ધીરે સ્ક્રુલર મોશનમાં મસાજ કરો. બ્લેકહેડ્સ ઉપર વધુ મસાજ કરો. થોડી મિનિટો પછી એને ઠંડા પાણીથી ધોઈ લો.

10. મેથીની પાંદડીઓ

મેથીની પાંદડીઓ પણ બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદ કરે છે. મેથીને પીસીને એની પેસ્ટ બનાવી લો. હવે એને બ્લેકહેડ્સ ઉપર લગાવો અને 10-15 માટે છોડી દો. પછી એને ગરમ પાણીથી ધોઈ લો. આ ઉપચારને રોજ કરો.

આ ઉપચારને અપનાવીને ઘણા લોકોને બ્લેકહેડ્સથી છુટકારો મળી જાય છે, પણ એના માટે તમારે એમને નિયમિત રીતે અપનાવો જોશે અને ધૈર્ય રાખવું પડશે. જો તે પછી પણ આ ઉપચાર તમારા કામ ન આવે તો કોઈ સારા સ્કિન વિશેષજ્ઞનો સંપર્ક કરવો.

Author: thegujjurocks.in