જ્યોતિષ

કાળો દોરો પહેરવાના છે અઢળક ફાયદાઓ, જાણીને તમે પણ કાળો દોરો પહેરવાનું શરૂ કરી દેશો, જાણો વિગતે

જ્યોતિષશાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો જણાવામાં આવ્યા છે જેના દ્વાર જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાય છે.જેમ કે જ્યોતિષશશાસ્ત્રમાં ગ્રહોની ચાલ,હાથની રેખાઓ,કુંડળી,રાશિઓ વગેરેને ખુબ મહત્વ આપવામાં આવે છે.ગ્રહની ચાલમાં આવતા પરિવર્તનને લીધે રાશિઓમાં પણ પરિવર્તન આવતા જોવા મળે છે.

Image Source

એવું જ એક મહત્વ જ્યોતિષશાસ્ત્રમાં કાળા દોરાને પણ આપવામાં આવ્યું છે. કાળા રંગના દોરાને પગમા કે હાથના કાંડામાં બાંધવાથી શુભ માનવામાં આવે છે.તમે જોયું હશે કે મોટાભાગે લોકો કાળો દોરો પહેરતા હોય છે, અને જીવનમાં કોઈ અણબનાવ બનવા પર જ્યોતિષકારો પણ કાળો દોરો પહેરવાની સલાહ આપતા હોય છે.

Image Source

મોટાભાગે વડીલો કે વૃદ્ધ લોકો પણ ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો પહેરવાની સલાહ આપતા હોય છે, કાળો દોરો પહેર્યા પછી તમને જ અનુભવ થાવા લાગશે કે ઘણી એવી ખરાબ પરિસ્થિતિઓમાં બદલાવ આવી રહ્યો છે.
જ્યોતિષશશાસ્ત્રના અનુસાર હનુમાનજીના મંદિરે જઈને મૂર્તિ પરથી સિંદૂર લઈને કાળા દોરા પર લગાવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. યાદ રાખો કે તમારે આ ઉપાય હનુમાનજીના વાર મંગળવાર કે શનિવારની સાંજે કરવાનો રહેશે.આ ઉપાયથી ઘરની નકારાત્મક શકિતઓનો હંમેશાને માટે માટે વિનાશ થઈ જાશે અને તે ક્યારેય પણ તમારા પર કે ઘરના પરિવાર પર નકારાત્મક શક્તિઓની અસર થવા દેશે નહિ.

Image Source

બાળકોને પણ ખરાબ નજરથી બચાવવા માટે હાથ,પગ કે ગળામાં કાળો દોરો બાંધવામાં આવે છે જે બાળકને હંમેશા હસતું-ખેલતું અને તંદુરસ્ત રાખે છે.જો તમને મહેનત કે કઠોર પરિશ્રમ કરવા છતાં પણ ધારેલી સફળતા મળતી નથી તો હાથના કાંડામાં કાળો દોરો પહેરવો તમને સફળતા સુધી લઇ જાશે.

Image Source

બીમારીઓથી બચવા માટે હનુમાનજીની મૂર્તિના પગનું સિંદૂર લઈને કાળા દોરામાં લગાવો અમે તેને હાથના કાંડામાં પહેરો, જે તમારા સ્વાસ્થ્યને એકદમ તંદુરસ્ત રાખવા માટે જવાબદાર છે.

Author: TheGujjuRocks.in