જાણવા જેવું/ટીપ્સ

1 કિલોમીટર દોડવા માટે ટ્રેનને આશરે કેટલું ડીઝલની જરૂર પડે? જવાબ સાંભળતા જ ઉડી જશે હોશ

માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ટ્રેન મુસાફરી કરવા માટેના સાધનોમાનું  એક મહત્વપૂર્ણ સાધન છે. લાંબી મુસાફરી ઓછા ખર્ચે કરવી હોય તો એકમાત્ર સાધનના રૂપમાં ટ્રેન જ સૌથી પહેલા નજરમાં આવે છે. જો કે ટ્રેનની મુસાફરીનો આનંદ તમે પણ ખુબ લીધો હશે પણ ટ્રેનના એવા ઘણા રહસ્ય છે જેનાથી તમે એકદમ અજાણ હશો.

Image Source

શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ટ્રેન એક લીટર ડીઝલમાં કેટલું અંતર કાપે છે.અને કેટલું માઈલેજ આપે છે?જો કે આ જાણકારીથી તમે હેરાન જ રહી જશો. સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે રેલના ડીઝલ એંજીનનું માઈલેજ કિલોમીટર પ્રતિ લીટર માપવાને બદલે કિલોમીટર પ્રતિ કાલાકમાં માપવામાં આવે છે.રેલ એન્જીન એક કલાકમાં કેટલું ઇંધણ પીવે છે તે જાણીને તમે હેરાન રહી જશો.

Image Source

મોટાભાગે તમે જોયું હશે કે જો કોઈ ટ્રેન ઉભેલી હોય તો પણ તેનું એંજીન ચાલુ જ હોય છે.આખરે શા માટે ટ્રેનના એંજીનને ચાલુ જ રાખવું પડે છે?તો જણાવી દઈએ કે કોઈ ટ્રેનના એંજીનને બંધ કર્યા પછી ફરીથી ચાલુ કરવામાં વધારે પડતા તેલનો ખર્ચ થઇ જાય છે. અનુમાનના આધારે એક વાર એંજીનને સ્ટાર્ટ કરવામાં 25 લીટર જેટલા ઇંધણનો વપરાશ થઇ જાય છે. એવામાં એંજીનને બંધ કરવું યોગ્ય વિકલ્પ નથી.

Image Source

જણાવી દઈએ કે 3300 ghp (gross horse power) ના સ્ટ્રોક એંજીન એક કલાકલાં લગભગ 22 લીટર ડીઝલ ખર્ચ કરી નાખે છે જયારે 4500 ghp ના 2 સ્ટ્રોક વાળા એંજીન 1 કલાકમાં 11 લીટર જેટલા ઇંધણનો ઉપીયોગ કરે છે. જો કે હવે ભારતીય રેલમાં વીજળીથી ચાલનારી ગાડીઓ આવી ગઈ છે છતાં પણ આજે ભારતમાં અનેક ટ્રેન ડીઝલ એંજીનથી ચાલી રહી છે.ટ્રેનના એવરેજની વાત કરીયે તો એક 12 ડબ્બાની ટ્રેન એક કિલોમીટર ચાલવામાં લગભગ 6 લીટર ડીઝલ ખર્ચ કરે છે.

Image Source

જો કે આટલો મોટો તેલનો વપરાશ થાવાનું કારણ એ પણ છે કે ટ્રેન અનેક જગ્યાએ રોકાઇ રોકાઈને ચાલતી હોય છે જેને લીધે ઘણીવાર બ્રેક લગાવવી પડતી હોય છે અને ફરીથી ટ્રેનને ચલાવવી પડતી હોય છે જેનાથી તેલનો વધારે માત્રામાં વપરાશ થાય છે.જ્યારે એક્પ્રેસ ટ્રેનની વાત કરીયે તો તે ઓછી જગ્યાઓ પર રોકાતી હોય છે જેને લીધે આ ટ્રેન એક કિલોમીટરમાં 4.50 લીટર ડીઝલનો ઉપીયોગ કરે છે.

Author: TheGujjuRocks.in