Bollywood

અત્યંત દર્દનાક મોત હતું આ બોલિવૂડ એક્ટ્રેસનું, મૃત્યુ સમયની તસવીરોએ ધ્રુજાવ્યા’તાં – વાંચો આર્ટીકલ

ગ્લેમર અને ચકાચોંધથી ભરેલી આ બોલિવૂડની દુનિયા ખુબસુરત છે પણ તે તેટલીજ અંદરથી ખોખલી છે. આ એજ દુનિયા છે જેમાં સફળતાનાં શિખરે પહોંચેલી કેટલીક જિંદગીને અહીં ગુમનામીની મોત મળી. મોત પણ એવી કે સાંભળીને પણ ડરથી ધ્રુજી જઈએ. આજે તમને એવી એકલીક અભિનેત્રી વિશે જણાવીએ કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત હતી તેમ છતાં પણ છેલ્લા દિવસોમાં ખુબ જ ખરાબ હાલત હતી.

Image Source

પરવીન બાર્બી –

બોલિવૂડના 70-80ના દાયકામાં બોલિવૂડમાં હલચલ મચાવનારી અભિનેત્રી પરવીન બાર્બીનું નિધન 20 જાન્યુઆરી, 2005 ના થયું હતું. તે મુંબઈના એક ફ્લેટમાં એકલી રહેતી હતી. એવું કહેવામાં આવે છે કે તેમને સિજોફ્રેનીયા નામની માનસિક બીમારીની સાથે-સાથે ડાયાબિટીસ અને પગની બીમારી હતી. આ રોગોના કારણે તેમની કિડની અને શરીરના કેટલાક ભાગ કામ કરતા ન હતા. તેમના નિધનની વાતની કોઈને બે દિવસ સુધી ખબર જ ન હતી. ઘરની બહાર સમાન જોઈને પાડોશીઓએ પોલીસને બોલાવી અને પોલીસે નકલી ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે ખબર પડી કે પરવીન બે દિવસ પહેલા જ મૃત્યુ પામી છે.

મીના કુમારી –

Image Source

ફિલ્મોની દુનિયામાં પોતાની અલગ જ ઓળખાણ બનાવવાવાળી અભિનેત્રી મીના કુમારીએ જ્યાંથી શરૂઆત કરી હતી, ત્યાંજ પહોંચી ગઈ હતી. 4 વર્ષની ઉંમરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવાવાળી મીનાની છેલ્લા દિવસોમાં આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી. તેમની પાસે હોસ્પિટલના બિલ ચુકવાના પણ પૈસા ન હતા. કહેવામા આવે છે કે તેમનું નિધન એક નર્સિંગ હોમમાં થયું હતું.

સિલ્ક સ્મિથા –

Image Source

દક્ષિણ ભારતમાં પોતાની અદાથી બધાને જીતી લેનાર સિલ્ક સ્મિથાને પણ સારી મોત નસીબમાં ન હતી. વર્ષ 1996 માં સિલ્ક સ્મિથાનું નિધન ડિપ્રેશન અને વધારે પડતો દારૂ અને નશીલા પદાર્થના સેવનના લીધે થયું હતું. તેમનું નિધન એટલું દુઃખદાયક હતું કે જેનાથી ભારતીય ફિલ્મ ઈન્ડરસ્ટ્રીની કડવી સચ્ચાઈ પણ સામે આવી હતી.

દિવ્યા ભારતી – 

Image Source

નાની ઉંમરમાં જ બોલિવૂડમાંથી વિદાઈ લેનાર અભિનેત્રી દિવ્યા ભારતીનું નિધન આજે પણ એક રહસ્ય છે. કોઈને નથી ખબર કે એ રાતે શું થયું હતું. કેટલાક લોકો તેમના નિધનને હાદસો તો કેટલાક લોકો ષડયંત્ર જણાવે છે. પોલીસની તપાસ મુજબ તેમનું નિધન એક અકસ્માત જ હતો.

નિશા નૂર –

Image Source

80ના દશકામાં ફેમસ સાઉથ ઇન્ડિયન અભિનેત્રી નિશા નૂર જેમને રજનીકાંત અને કમલ હસન જેવા મોટા કલાકારો સાથે કામ પણ કરેલું છે. કહેવામા આવે છે કે એક પ્રોડ્યુસરે તેમને ધોખો આપીને પ્રોસ્ટિટ્યૂશનમાં નાખી હતી, જેના પછી તેમને ઇન્ડસ્ટ્રી છોડી દીધી. છેલ્લા દિવસોમાં તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા તે રસ્તા પર આવી ગઈ હતી. જ્યાં તે પોતાની છેલ્લો શ્વાસ લઇ રહી હતી. જયારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેમની એડ્સ હતો અને 2007 માં તે જિંદગીની જંગ હારી ગઈ.

વિમી –

Image Source

બિહાર ફિલ્મથી તેમની કારકિર્દીની શરૂઆત કરવાવાળી અભિનેત્રી વિમીએ પણ નાની ઉંમરમાં જ ઈન્ડરસ્ટ્રી છોડવી પડી હતી. તેમના નિધન વખતે તેમના પાસે તેમનું નામ સિવાય બીજું કઈ જ ન હતું. આ જાણીને હેરાની થશે કે તેમના પાર્થિવ શરીરને રિક્ષામાં સ્મશાન લઇ જવામાં આવ્યા હતા.

ગીતાંજલિ નાગપાલ –

Image Source

કેટલાક નામી ડિઝાઈનરો અને સુષ્મિતા સેન જેવી હસ્તીઓ સાથે કેટ વોક કરનારી ફેમસ મોડલ ગીતાંજલિ નાગપાલનું નિધન 2008 માં થયું હતું. 2007 માં સાઉથ દિલ્લીના પાર્સ બજારમાં ભીખ માંગતા જોવા મળી હતી. જણાવવામાં આવે છે કે તેમને ડ્રગ લેવાની એવી લત લાગી તેના માટે તે ભીખ પણ માંગવા લાગી હતી.

તરુણી સચદેવ –

Image Source

તરુણી સચદેવનું નિધન વર્ષ 2012માં નેપાળમાં એક પ્લેન ક્રેશમાં થયું હતું. અમિતાભ બચ્ચન જેવા કલાકાર સાથે પા જેવી ફિલ્મોમાં કામ કરનારી તરુણી સચદેવ એક ટેલેન્ટેડ અભિનેત્રી હતી.

જીયા ખાન –

Image Source

વર્ષ 2013માં જીયા ખાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આવું કરવાની કારણ તેમની અધૂરી પ્રેમ કહાની હતી. લોકો એવું પણ કહે છે કે તે તેના ડૂબતા કરિયરને લઈને નિરાશ હતી. જે હતું એ પણ બોલિવૂડે 3 જૂનના રોજ એક ટેલેન્ટેડ અભિનેત્રીને ખોવી પડી.

Author: thegujjurocks.in