Bollywood

આ 4 અભિનેતા અક્ષય કુમારને માને છે પોતાનો સૌથી મોટો દુશ્મન, નામ સાંભળવાનું પણ નથી કરતા પસંદ

બોલીવુડમાં આજે અક્ષય કુમારને સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. તેમણે પોતાની દમદાર અદાકારી પર હિન્દી સિનેમામાં પોતાનું એક અલગ મુકામ બનાવી લીધું છે. એવામાં આજે અમે તમને અમુક એવા ફેમસ લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અક્ષય કુમારને પોતાના સૌથી મોટા દુશ્મન માને છે.

Image Source

1. અજય દેવગન:અક્ષય કુમાર અને અજય દેવગનની દુશ્મની ઘણા સમય પહેલાની છે, ઘણી ફિલ્મના દરમિયાન અજયએ અક્ષય કુમાર પર આરોપ લગાવ્યો હતો કે તેના કહેવા પર નિર્દેશક રાજકુમાર સંતોષીએ ઘણા ફિલ્મથી તેઓના ઘણા મહત્વપૂર્ણ સીન કાપી નાખ્યા છે, ઠીક એવો જ આરોપ અક્ષયે પણ અજય દેવગન પર લગાવ્યા હતા. જેને લીધે અજય દેવગન અને અક્ષય કુમાર એક બીજાના દુશ્મન બની ગયા હતા.

Image Source

2.સની દેઓલ:અક્ષય કુમાર અને સની દેઓલની વચ્ચે થયેલી શત્રુતાનું સૌથી મોટું કારણ અભિનેત્રી રવીના ટંડનને ગણવામાં આવે છે. સની દેઓલ, રવીના ટંડન અને અક્ષય કુમારને એક લવ ટ્રાઈએન્ગલનો હિસ્સો કહેવામાં આવે છે કેમ કે ફિલ્મ જિદ્દી ની શૂટિંગના દરમિયાન અભિનેત્રી રવીના ટંડનને લીધે અક્ષય કુમાર અને સની દેઓલ વચ્ચે નફરત આવી ગઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી બંન્ને એકબીજાને પોતાના દુશમન માને છે.

Image Source

3. ફરાહ ખાન:ફિલ્મ જોકરના દરમિયાન વર્ષ 2012 માં અક્ષય કુમાર અને ફરાહ ખાન વચ્ચે મનમુટાવ થઇ ગયો હતો. આ ફિલ્મને ફરાહ ખાનના પતિ શિરીષ કુન્દરએ ડાયરેક્ટ કરી હતી. અક્ષય કુમાર ફિલ્મ જોકરનું મેકિંગ ને લઈને વધારે અપસેટ થઇ ગયા હતા. અક્ષય કુમારે આ ફિલ્મની શૂટિંગ તો ચોક્કસ કરી હતી પણ તેને પ્રમોટ કરવા માટેનો ઇન્કાર કરી દીધો હતો. જેને લીધે અક્ષય કુમાર અને ફરાહ ખાન વચ્ચે લડાઈ થઇ ગઈ હતી.

Image Source

4. સલમાન ખાન:સલમાન ખાન અને અક્ષયની વચ્ચે ઝગડો અક્ષયકુમારની પત્ની ટ્વીન્કલ ખન્નાને લીધે થયાનું કહેવામાં આવે છે. એક પાર્ટીના દરમિયાન ટ્વીન્કલે વધારે ડ્રિન્ક કરી લીધું હતું અને નશામાં તેમણે એક સીન પણ કરી નાખ્યો હતો, પછી જ્યારે અક્ષય ને ખબર પડી તો તેમણે સલમાન ખાનને તેની પત્ની ને વધારે પીવડાવી દેવા માટેનો દોષ આપ્યો હતો અને જેને લીધે બંન્ને વચ્ચે જબરદસ્ત ઝગડો થઇ ગયો હતો.
Author: theGujjuRocks.in

નોંધ: આ માહિતી punjabkesari.com માંથી લેવામાં આવી છે અને 1 વર્ષ જૂની માહિતી છે.