ન્યુઝ

વિદ્યા બાલન પછી આ અભિનેત્રીએ કર્યો મોટો ધડાકો, કહ્યું કે ફિલ્મો માટે શારીરિક સંંબંધો…

ટીવી અભિનેત્રી રહી ચુકેલી પાયલ રાજપૂત આજકાલ સાઉથની ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી રહી છે. પાયલ રાજપૂતે ટોલીવુડમાં ફિલ્મ ‘આરએક્સ 100’ સાથે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તે એસ.એસ. કાર્તિકેયની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

પંજાબી અને ટોલીવૂડની અભિનેત્રી પાયલે તાજેતરમાં મી ટૂ મૂવમેન્ટ અને કાસ્ટિંગ કાઉચ પર વાત કરી હતી. મી ટૂ મૂવમેન્ટ અંગે પાયલ રાજપૂતે કહ્યું કે આ મૂવમેન્ટથી સમાજમાં કોઈ બદલાવ નથી આવ્યો. આ સિવાય તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કાસ્ટિંગ કાઉચથી સંબંધિત તેની વાત પણ શેર કરી હતી.

Loading...

ઇન્ટરવ્યુ દરમિયાન પાયલ રાજપૂતે કહ્યું હતું કે ‘આરએક્સ 100’ રિલીઝ થયા બાદ આવી ઘટનાઓ મારી સાથે બની છે. કોઈએ મારો સંપર્ક કર્યો અને મને મોટી ફિલ્મોમાં ભૂમિકાઓ આપવાનું વચન આપ્યું.

હું હંમેશા સેક્સ્યુઅલ ફેવરના બદલામાં મળતા કામની વિરુદ્ધમાં છું. તેથી જ હું હંમેશાં આની વિરુદ્ધ બોલતી આવી છું. પણ સાચું કહું તો જ્યારે હું છ વર્ષથી મુંબઇ અને પંજાબમાં કામ કરતી હતી, ત્યારે આવી ઘટનાઓ મારી સાથે પણ બનતી હતી.

 

View this post on Instagram

 

Into the wild I go.. 🥀 Losing my way .. Finding my soul … #fijilife 🌴

A post shared by Payal Rajput (@rajputpaayal) on

મને લાગે છે કે મારે ભવિષ્યમાં પણ આ વસ્તુઓનો સામનો કરવો પડશે. પરંતુ આનાથી પણ વધુ કડવું સત્ય તો એ છે કે મી ટૂ મૂવમેન્ટ થવા છતાં પણ કાસ્ટિંગ કાઉચ દરેક વ્યવસાયમાં હાજર છે.’

 

View this post on Instagram

 

Bss yu hee 🍃

A post shared by Payal Rajput (@rajputpaayal) on

પાયલ રાજપૂતે પોતાના ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું, ‘ફરક માત્ર એટલો છે કે આપણામાંની કેટલીક છોકરીઓ તેનો વિરોધ કરીને અવાજ ઉઠાવવામાં સક્ષમ છે પરંતુ કેટલીક મહિલાઓ બોલવામાં અસમર્થ છે. હું સમાધાન કરીને ફિલ્મોમાં ભૂમિકાઓ મેળવવા માંગતી નથી.’

 

View this post on Instagram

 

Don’t let ur mind bully ur body ✌🏻

A post shared by Payal Rajput (@rajputpaayal) on

આગળ, પાયલ રાજપૂતે કહ્યું, ‘મેં આરએક્સ 100માં કેટલાક બોલ્ડ દ્રશ્યો કર્યા, પછી લોકોને લાગ્યું કે હું ફિલ્મોમાં ભૂમિકા મેળવવા માટે કંઈ પણ કરી શકું છું.’

વર્કફ્રન્ટની વાત કરીએ તો પાયલ વેંકટેશ દગ્ગુબાટી અને નાગા ચૈતન્યની ફિલ્મ ‘વેન્કી મામા’માં જોવા મળશે. આ સિવાય તે રવિ તેજાની ફિલ્મ ડિસ્કો રાજામાં પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

Issshhhtyle 😎 . Lensed @crafty_chandu 😎

A post shared by Payal Rajput (@rajputpaayal) on

Author: thegujjurocks.in