Bollywood

અભિનેત્રી જુહી ચાવલાએ એવું કામ કર્યું હતું જે ભાગ્યે જ કોઈ અબજોપતિ સેલિબ્રિટી કરે છે..

સિતારાઓ ની દુનિયા પણ ખુબ મજેદાર હોય છે. જો કે તેઓની ગ્લેમર લાઈફ ની પાછળ પુરી દુનિયા દીવાની છે. પણ ઘણા સેલિબ્રિટીઝ એવા પણ છે, જેઓ કંઈક અલગ જ દુનિયાને પસંદ કરે છે. એવી જ એક એક્ટ્રેસ છે જુહી ચાવલા.90 ના દશક ની આ ટોપ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઇન્ડિયા હાલના દિવસોમા ખેતી કરી રહી છે. 51 વર્ષ ની જુહી પોતાના પતિની રેસ્ટોરેન્ટ માટે આગળના 7 વર્ષો થી ઓર્ગેનિક ફળ-શાકભાજીઓ ઉગાડી રહી છે.એક વાર ચાખી લીધું તો નહિ ખાવ બીજું કંઈપણ:

Image Source

સામાજિક મુદ્દાઓ પર પોતાની બેબાક રાય રાખનારી જુહી ચાવલા, સોશિયલ વર્ક માં ખુબ દિલચસ્પી રાખે છે. ગયા વર્ષે તેમને વુમન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ ના મુંબઈ સંસ્કરણ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવામાં આવી હતી. જુહી એ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે,”એક વાર જો તમને આ ઓર્ગેનિક ફળ-શાકભાજીઓ નો મીઠો સ્વાદ મળી જાય તો તમે બજારમાં રહેલા કેમિકલ માં ડૂબેલા પ્રોડક્ટ્સ ક્યારેય નહીં ખરીદો”.

Image Source

જૂહી જણાવે છે કે તે ‘ જયારે મે આમીર ખાનને આ વિષય ઉપર ‘સત્યમેવ જયતે’ ના એક એપિસોડ કહેતા સાંભળ્યું તે જ સમયે મારી આંખ ખુલી. હું મારા ઘરે ખાલી ઓર્ગેનિક ખેતી જ કરું છું. મહારાષ્ટ્રમાં આવેલ ફાર્મહાઉસમાં હું આ બધું ઉગાડું છે. હું એક ખેડૂત જ છું. મારા પિતા જે ખેડૂત હતા તેમને ૨૦ એકડ જમીન વાડામાં ખરીદી હતી. મને ખેતીમાં કશું જ આવડતું ન હતું. તેમના નિધન પછી મારે આ બધું સંભાળવું પડયું.

આવી રહી છે જુહી ની ફિલ્મ:

Image Source

સિનેમા ની દુનિયામાં જુહી હાલના દિવસોમાં વિધુ વિનોદ ચોપરા ના પ્રોડક્શન હાઉસ ની ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ની શુટિંગ કરી રહી છે. તેની પહેલા તેને 2016 માં ‘ચૉક એન્ડ ડસ્ટર’ માં જોવામાં આવી હતી.

માંડવા માં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજીઓ:

જુહી ની પાસે બે ફાર્મ હાઉસ છે. એક માં તે ઓર્ગેનિક શાકભાજીઓ ઉગાડે છે, આ જગ્યા માંડવા માં આવેલી છે. તેને જુહી એ ખુદ ખરીદ્યું છે. તે કહે છે કે, ”મારી પાસે ઈન્વેસ્ટ કરવા માટે અમુક પૈસા હતા. કોઈકે મને સુજાવ આપ્યો કે જમીન માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. મેં માંડવા માં 10 એકડ ની જમીન ખરીદી અને અહીં ઓર્ગેનિક શાકભાજીઓ ઉગાડી રહી છું, જે મારા પતિ ના રેસ્ટોરેન્ટ ના કિચન સુધી પહોંચે છે”.

વાડા માં કરે છે ફળોની ખેતી:

 

View this post on Instagram

 

Early morning at our home in Lugazi .. the flowers , the hills , .. it’s like being in Heaven … 😍😍😍

A post shared by Juhi Chawla (@iamjuhichawla) on


જુહી વાડા(મહારાષ્ટ્ર) સ્થિત પોતાના બીજા ફાર્મહાઉસ પર ઓર્ગેનિક ફળો ની ખેતી કરે છે. તે જણાવે છે કે તેના પિતા ખેતી કામ કરતા હતા અને તેમણે વાડા માં 20 એકડ ની જમીન ખરીદી હતી.

પિતાના નિધના પછી શરૂ કરી ખેતી:

તે કહે છે કે,”મને ખેતી વિશે કંઈપણ જાણકારી ન હતી. જયારે મેં ખેતી યોગ્ય જમીનમાં ઈન્વેસ્ટ કર્યું હતું, ત્યારે એક એક્ટ્રેસ ના રૂપમાં હું ખુબ વ્યસ્ત હતી અને મારી પાસે ધ્યાન આપવા માટે સમય પણ ન હતો. પિતાના નિધન પછી મારું તેના પર ધ્યાન પડ્યું. હું આગળના 7 વર્ષથી અહીં ખેતી કરી રહી છું. મારી પાસે કેરીના 200 થી વધુ ઝાડ વાળા બગીચા છે જેમાં ચીકુ, પપૈયા અને દાડમ ના પણ અમુક ઝાડ છે”.

Author: thegujjurocks.in