અજબ ગજબ

થોડીક જ જમીન ખરીદો અને બનાવો એવું લાજવાબ મકાન, 2-3bhkને ભૂલી જશો- જુઓ ગજબનો જુગાડ તસ્વીરોમાં

વિશ્વમાં ઘણી જુદા-જુદા પ્રકારની ઇમારતો હોય છે, જેનું બાંધકામ ખૂબ જ યુનિક હોય છે. જેને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવતા હોય છે. કારણ કે આ બાંધકામ એક અનોખી રીતનું બાંધકામ હોય છે, આર્કિટેક્ચરલ નમૂનાઓ હોય છે આ ઇમારતો. જેના બાંધકામમાં મોટામોટા એન્જીનીયરોનું મગજ પણ કસાઈ જાય છે. પણ એવા વિચિત્ર મકાન પણ હોય છે કે જેને જોઈને એમ થાય કે આ બનાવ્યું પણ શા માટે છે.

આજે અમે તમને એવા વિચિત્ર મકાનોની તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમને પણ વિચાર આવશે કે આખરે શું મગજ લગાવ્યું છે આ લોકોએ..

1. આ મકાન જોઈને તમને હસવું ચોક્કસ આવી જશે: કયા પ્રકારનું મકાન બનાવ્યું છે? કંઈ  સમજાય છે? જો તમને સમજાય તો અમને પણ સમજાવજો. 2. શું તમે પણ આવા ઘરમાં રહેવા માંગો છો?: ના ભાઈ ના, આવા ઘરમાં ન રહી શકાય. સાલું, હાથ પહોળા કરો અને બંને બાજુ દીવાલ સાથે અથડાઈ જવાય એ તો કેમ ચાલે.
3. અરે ભાઈ, પહેલા મકાન ને સુરક્ષિત બનાવો: શું તમને ખબર છે, આ ઘરમાં કોણ રહે છે? જો ખબર હોય તો એ ભાઈને કહેજો કે ભાઈ બહુ જોખમી છે આ ઘર. શેના પર ટકાવીને રાખ્યું છે?
4. નાનું ઘર, નાનો પરિવાર: અરે ભાઈ, આટલા નાના ઘરમાં તો કેટલો પણ નાનો પરિવાર હોય, તો પણ રહી ન શકાય.
5. આવું નિર્માણ કરનારા એન્જીનીયરને સલામ: સાચે જ આ ઇમારતનું નિર્માણ કરનારા એન્જીનીયરને સલામી તો આપવી જ પડે. ભાઈ કઈ કોલેજમાંથી ડિગ્રી લીધી છે એ કહી દેજે, એટલે બીજા બધા ચેતી જાય.
6. તારા ઘરની સામે જ હું મકાન બનાવીશ, પછી ભલે તે નાનું હોય: તેરે ઘર કે સામને ઈક ઘર બનાઊંગા. જગ્યા નથી તો આ રીતે બનાવી દીધું, પણ જો વાદા કિયા વો નિભાના પડેગા એટલે એક દીવાલ પર જ સહી. પણ બનાવવાનું તો હતું જ.
7. જવાબદારીઓ આવી ગઈ: આ ભાઈ પહેલા એકલા રહેતા હતા, પછી લગ્ન કર્યા અને બાળકો થયા, એટલે મોટા ઘરની જરૂર પડી, તો આવું જ કરી દીધું. લોકોનું ઘર નીચે મોટું અને ઉપરથી નાનું હોય, પણ આ ભાઈએ જવાબદારીઓમાં દબાઈને થોડું ઊંધું કરી દીધું.
8. એ તો ઠીક આ પાછળ વાળા લોકોનું શું થશે?: આગળવાળા ઘરમાં રહેનારા લોકોની જીદ હતી કે તેમને તો રોડસાઈડ ઘર જ જોઈએ છે. એટલે આ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં જ ઘર બનાવી દીધું.
9. કામ કાઢવાનો ઉપાય: આ રીતે બેલેન્સિંગ કરનારા આ ઘરના માલિકને તો સાચે જ 21 તોપોની સલામી આપવી છે. જો તમે એમને ઓળખતા હોવ તો કહેજો, અમે એમને શોધીએ છીએ.   

Loading...

Author: thegujjurocks.in