omg

આ 7 પાકિસ્તાની સેલિબ્રિટીઝ જે પોતાની જ કઝીન બહેન સાથે કરી ચુક્યા છે લગ્ન, જાણો કોણ કોણ આવે છે લિસ્ટમાં

નજીકના સગાસંબંધી અથવા કઝીન્સમાં થતાં લગ્નો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એક રિસર્ચ અનુસાર, કહેવાય છે કે, આવા લગ્નોથી જિનેટિક બીમારીઓની સાથે હેલ્થ માટે પણ ખતરો છે. અમેરિકાના 50 રાજ્યમાંથી 24 સ્ટેટ્સમાં કઝીન મેરેજ પર પર પ્રતિબંધ છે. બીજી બાજુ, પાકિસ્તાનના ટ્રિબ્યુન એક્સપ્રેસ અનુસાર પાકિસ્તાનના યંગસ્ટર્સ હવે કઝીન સાથે લગ્નનો વિરોધ કરતા જોવા મળે છે. જો કે, તેમ છતાં અત્યારે પણ સામાન્ય લોકોની સાથે મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ પણ એવા છે, જેમણે પોતાના કઝીન્સ સાથે લગ્ન કર્યા છે.

આપણા દેશમાં કાકા, મામાના બાળકો વચ્ચે ભાઈ બહેનનો સંબંધ હોય છે અને તેઓની વચ્ચે લગ્નની વાત તો સપનામાં પણ ન વિચારી શકીએ. જો કે પાકિસ્તાની લોકોમાં આ એક સામાન્ય વાત છે. પાકિસ્તાનમાં પોતાના કઝીન ભાઈ-બહેનોમાં લગ્ન થવા એક સામાન્ય વાત છે. પાકિસ્તાન જ નહિ, મુસ્લિમ સમાજના લોકોમાં પણ આ પ્રકારના લગ્નનું ચલણ છે. તો ચાલો તમને જણાવીએ આવા જ અમુક પાકિસ્તાની સેલીબ્રીટીસ વિશે જેઓએ પોતાના જ કઝીન્સ સાથે રચ્યો વિવાહ.

આખરે શુકામ કઝીન સાથે લગ્ન? વિરોધ છતાં પાકિસ્તાનમાં કઝીન લગ્ન કરવાનું ચાલું જ છે. જોકે, શહેરી વિસ્તારમાં આ મામલે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ઘણા પાકિસ્તાની માતાપિતાનું માનવું છે કે બાળકોના લગ્ન માટે ભટકવા કરતા કઝીને મેરેજ સૌથી બેસ્ટ છે અને કેટલાક લોકોને એવો પણ ભય હોય છે કે તેમના સંતાનોએ સમાજ-બીરાદરીમાંથી બહાર લગ્ન કર્યા તો લોકો નારાજ થઇ જશે.

રેહમ ખાન:

Image Source

રેહમ ખાન ફિલ્મ પ્રોડ્યુસર અને પત્રકાર છે. રેહમને બ્રિટીશ સાઈકાટ્રીક ઈજાજ સાથે લગ્ન કર્યા હતા, જે તેમનો કજીન હતો. તેના બાદ તેમને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને પોલિટિશિયન ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્ન એક વર્ષ સુધી પણ ટકી શક્યા ન હતા.

સઈદ અનવર:

Image Source

આ પાકિસ્તાની ક્રિકેટરે પણ પોતાની કઝીન બહેન લુબના અનવર સાથે લગ્ન કરેલા છે. લુબાના એક ડોક્ટર છે. બંનેએ વર્ષ 1996માં લગ્ન કર્યા હતા. 2000માં અનવરની દીકરી બીસ્માહની લાંબી બીમારી બાદ મૃત્યુ થઇ ગઈ હતી.

સનમ માર્વી:

Image Source

ફેમસ સુફી ગાયક સનમ માર્વીએ પણ પોતાના કજીન હામીદ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. આ કપલના ત્રણ બાળકો છે. સનમના પહેલા પતિ આફ્દાબ અહમદની 2009માં કરાચીમાં હત્યા કરી દેવામાં આવી હતી.

નૂસરત ફતેહ અલી ખાન:

Image Source

મહાન નાયક નુસરત ફતેહ અલી ખાને પોતાની પિતરાઈ બહેન નાહિદ નુસરત સાથે લગ્ન કર્યા હતા. તેઓની એક દીકરી છે જેનું નામ ‘નિદા’ છે.

શાઈસ્તા લોધી:

Image Source

શાઈસ્તા લોધી પાકિસ્તાની એક્ટ્રેસ અને ટીવી પ્રેઝન્ટર છે. શાઈસ્તાએ વકાર વાહીદ સાથે લગ્ન કર્યા હતા, પણ અમુક દિવસમાં જ તેમના તલાક થઇ ગયા હતા. પછીથી શાઈસ્તાએ પોતાના કજીન અદનાન લોધી સાથે લગ્ન કર્યા હતા.

શાહિદ અફરીદી:

Image Source

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદીએ પોતાની કઝીન બહેન નાદિયા સાથે વર્ષ 2000માં લગ્ન કર્યા હતા. બંનેની 4 દીકરીઓ છે.

બાબર ખાન:

Image Source

બાબર ફેમસ પાકિસ્તાની ટીવી કલાકાર અને મોડેલ છે. બાબરે પોતાની પહેલી પત્નીના મૃત્યુ બાદ કજીન બિસ્મા સાથે વિવાહ કર્યા હતા. બાબરની પહેલી પત્નીની દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. બિસ્મા જ્યારે 9માં અભ્યાસ કરતી હતી ત્યારે જ તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાની એક્ટર બાબર ખાને સના ખાન સાથે લવ મેરેજ કર્યા હતા. જોકે, 2013માં એક Car એક્સિડન્ટમાં તેનું મોત નિપજ્યું.

Author: thegujjurocks.in