અજબ ગજબ

પોતાના જ ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે આ છોકરી, કારણ જાણીને હચમચી જશો

આજે યુવકો નાની ઉંમરે જ પ્રેમના ચક્કરમાં પડતા હોય છે. પરંતુ ઘણીવાર આ પ્રેમપ્રકરણનું પરિણામ ખરાબ આવતું હોય છે. આવો જ એક મામલો મુરાદાબાદમાં સામે આવ્યો છે. યુવક તેના લગ્નની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં તેની પ્રેમિકા પહોંચતા તેને ઘરથી ફરાર થવું પડ્યું હતું.

આ યુવક છેલ્લા 6 વર્ષથી આ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ તે લગ્ન બીજી કોઈ યુવતી સાથે કરવા જઈ રહ્યો હતો આ વાત યુવતીને ખબર પડી ત્યારે યુવતી પોલીસ સાથે પ્રેમીના ઘરે પહોંચી હતી. યુવતીએ તેના પ્રેમી સાથે લગ્નની જીદ પકડતા આ યુવક ઘર છોડીને ફરાર થઇ ગયો હતો. બિલારી ક્ષેત્રમાં રહેતો આ યુવક છેલ્લા છ વર્ષથી તેની પિતરાઈ બહેન સાથે પ્રેમસંબંધ હતો.

મુરાદાબાદમાં બિલરી ક્ષેત્રમાં રહેતા એક યુવકે તેની પિતરાઈ બહેન સાથે છેલ્લા છ વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતીનો આરોપ છે કે યુવકે છેલ્લા 6 વર્ષથી લગ્નની લાલચે ઘણીવાર સંબંધ બાંધ્યા હતા. જયારે પરિવારજનોને આ પ્રેમસંબંધથી ખબર પડી ત્યારે યુવકના પરિવારજનોએ તેના લગ્ન રામપુર જિલ્લાના શાહબાદમાં નકી કર્યા હતા. આ યુવતીને આ સંબંધની જાણકારી મળી ત્યારે તેના આ સંબંધનો વિરોધ કર્યો હતો. યુવક પણ પરિવારજનોના દબાવથી લગ્ન માટે તૈયાર થઇ ગયો, યુવતીને કોઈ વાતની ખબર પણ ના પડવા દીધી.

પ્રેમિકાનો આરોપ છે કે. યુવક ત્રણ દિવસ પહેલા અચાનક ઘરથી ગાયબ થઇ ગયો હતો. જે બાદ તેના પરિવારજનો યુવકને ઘરે લાવવાની મહેનત કરી રહ્યા હતા.

પ્રેમિકાના કહેવાથી આ યુવક ઘરે પાછો ફર્યો. પરિવારજનોએ બન્નેના કોર્ટ મેરેજ કરવાની આશ્વાસન આપી યુવતીના ઘરે મોકલી દીધી હતી. બીજા દિવસે કોર્ટ મેરેજ માટે પ્રેમિકા મુરાદાબાદ પહોંચી હતી. પરંતુ તે યુવક આવ્યો ના હતો અને તેને કોઈ વાત પણ કરી ના હતી. આ વાતથી નારાજ થઇ યુવતી યુવકના ઘરે પહોંચી તો ત્યાં લગ્નની તૈયારી ચાલી રહી હતી. અને લગ્ન સમારોહ પણ થવાનો હતો.

આ બધું જોઈને યુવતીએ પોલીસને ફોન કર્યા. પ્રેમિકાનું કહેવું છે કે, તે યુવક સાથે તેના લગ્ન કરાવવામાં આવે, જો લગ્ન કરાવવામાં નહીં આવે તો તે આપઘાત કરી લેશે.

જે યુવતી સાથે આ યુવકના લગ્ન થવાના હતા. તે યુવતીના પરિવારજનોએ પણ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. યુવતીના પરિવારજનોએ કહ્યું હતું કે, અમે અમારી દીકરીના લગ્ન બીજે ક્યાંક કરાવી દઈશું. અમારે 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે, તે તમે અમને આપો. જો આ પૈસા નહીં આપો તો અમારે પોલીસની મદદ લેવી પડશે.

પરિવારજનોએ યુવતીને ઘણી સમજાવી હતી. પરંતુ યુવતી એકની બે થઇ ના હતી. ત્યારે ગરમ પંચાયત પર બન્નેના પરિવારજનોએ બેસીને આ મામલા અંગે 11 કલાક સુધી ચર્ચા કરી હતી. પરંતુ કોઈ ઉકેલ આવ્યો ના હતો.

Author: thegujjurocks.in