ન્યુઝ

જે બાળકને માતા-પિતા આપે છે મોબાઈલ તેની માટે છે આ કિસ્સો લાલબત્તી સમાન, બાળકને મોબાઈલ આપતા પહેલા એક વાર જરૂર વાંચો

બાળકોને મોબાઈલ આપતાં માતાપિતા 100 વાર વિચારજો , જાણો 8 વર્ષના છોકરાએ શું કર્યું

આજે બાળકને મોબાઈલનું એ હદે વળગળ છે કે તેની દુનિયા મોબાઈલથી ચાલુ થાય છે અને મોબાઈલથી પુરી થાય છે. તો બીજી તરફ માતા-પિતા પણ બાળકોની જીદ સામે ઝૂકીને મોબાઈલ પકડાવી દેતા હોય છે. વાલીઓ માટે હાલમાં જ એક લાલ બત્તી કિસ્સો સામે આવ્યો છે.

સુરતના કડોદરા મગોબ ખાતે આવેલ પ્રિયંક સિટીમાં રહેતા યાદવ પરિવારના 8 વર્ષીય પુત્રને માતાએ ગેમ રમવા માટે મોબાઈલ આપવાની ના પાડી દીધી હતી. જે બાદ8 વર્ષીય બાળક રિસાઈ ગયો હતો અને કોઈને કહ્યા વગર રમવા ચાલ્યો ગયો હતો.

Image Source

પરંતુ ઘણો સમય વીતી જતા બાળક પરતના ફરતા માતા પિતાને ચિંતા થવા લાગી હતી. બાળક ની શોધખોળ આદર્યા બાદ પણ કોઈ પતોના મળતા પરિવારજનો પુણા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિયંક સીટીમાં રહેતા સંજયભાઈ યાદવ છૂટક મજૂરી કામ કરી ગરનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં 5 પુત્રો છે. જેમાં 8 વર્ષીયરોકીને થોડા સમય પહેલા શાળામાં રજા હોય તેની માતા પાસે ગેમ રમવા માટે મોબાઈલ માંગ્યો હતો. પરંતુ માતાને મોબાઈલ આપવાનો ઇન્કાર કરતા રોકી રમવા માટે ઘરની બહાર ગયો હતો.

Image Source

સાંજે 4 વાગ્યાથી સુધી ઘરે પરતના ફરતા પરિવારજનોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. રોકીને ઘણો સમય વિતા જવા છતાં ભાળ ના મળતા પુણા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે આ બાળક સંબંધીત વાયરલેસ મેસેજ પણ છોડયો હતો. પોલીસે આ મેસેજના આધારે કામરેજ પોલીસે બાળકની ભાળ મેળવી માતા-પિતાને સોંપ્યો હતો. બાળક સહીસલામત મળી આવતા માતા-પિતામાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

આ કિસ્સા પરથી વાલીઓએ ચેતવા જેવું છે કે પહેલા બાળકને સમય પસાર કરવા માટે મોબાઈલ આપવામાં આવે છે પરંતુ જયારે આ બાળકને મોબાઈલ આપવામાં ના આવે તો તે કેવા પગલાં ભરે છે.

Author: thegujjurocks.in