omg અજબ ગજબ

550 વર્ષથી ચાલી રહી છે આ સંત મહાત્માની તપસ્યા, હજુ પણ વધી રહ્યા છે નખ અને વાળ – વાંચો રસપ્રદ લેખ શરીરમાંથી નીકળે છે લોહી

આ દુનિયામાં કઈં પણ થઇ શકે છે. એવી એવી ઘટનાઓ ઘટે છે કે જેના પર વિશ્વાસ પણ કરવો અઘરો હોય છે. ત્યારે આજે એવી એક વાત કરીશું કે જેને જાણીને તમને આશ્ચર્ય થશે. કહેવામાં આવે છે કે એક વ્યક્તિને ભગવાનના આશીર્વાદ મળેલા છે. આ વ્યક્તિ 550 વર્ષોથી ધ્યાનની મુદ્રામાં છે. ભારત તિબ્બત સીમા પર હિમાચલના લાહૌલના ગયુ ગામમાં આ ‘મમી’ મળ્યું હતું. તો પછી દર વર્ષે હજારો લોકો તેને જોવા માટે દેશ વિદેશથી અહીં આવી પહોંચે છે.

લગભગ 550 વર્ષ જૂના આ ‘મમી’ ને ભગવાન સમજીને લોકો પૂજા કરે છે. લોકો તેને જીવતા ભગવાન માને છે.  સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સંતના વાળ અને નખ આજે પણ વધી રહયા છે.

લાહૌલ સ્પીતિની હિસ્ટરી તાબો મોનેસ્ટ્રીથી લગભગ 50 કિ.મી. દૂર ગયુ નામનું આ ગામ વર્ષ 6-8 મહિનામાં બરફથી ઢંકાયેલો છે, જેના કારણે તે દુનિયાથી અલગ રહે છે. કહેવાય છે કે આ મમી તિબેટથી ગિયુ ગામમાં તપસ્યા કરવાં માટે આવ્યુ છે.

કહેવાય છે કે આ લામા સધનામાં લીન થઈ ગયાં છે. અને તેમણે પ્રાણ છોડી દીધા હતા. તેનજીંગ બેઠેલ અવસ્થામાં હતા. તે સમયે તેમની ઉંમર ફક્ત 45 વર્ષ હતી. દુનિયામાં આ એકમાત્ર મમી છે જે બેઠેલી સ્થિતિમાં છે.

Image Source

આ મમીની વૈજ્ઞાનિક તપાસમાં તેની ઉંમર 550 વર્ષ મળી છે. મમી બનાવવામાં એક ખાસ પ્રકારનો લેપ મૃતના શરીર પર લગાવવામાં આવે છે, પરંતુ આ મમી પર કોઈ જાતનું લેપ નથી. તેમ છતાં વર્ષોથી આ મમી કેવી રીતે સુરક્ષિત રહી શકે છે? આ રાજ હજુ પણ રાજ જ રહ્યું છે. ગામના વડીલોનો કહેવાનું છે કે આ સંતે 15મી સદીમાં આ ગામમાં તપસ્યા શરુ કરી હતી.

સ્થાનિક લોકો અનુસાર, મમી એક કાટમાળમાંથી મળી આવી હતી. એની તપાસ કરવા બાદ ખબર પડી કે આ મમી લગભગ 550 વર્ષ જૂની છે. આશ્ચર્યજનક સૌથી વાત એ છે કે આ મમીના વાળ અને નખ પણ વધતા રહે છે. તેથી લોકો તેને જીવતા ભગવાન માને છે અને તેની પૂજા કરે છે.

1974માં અહીં આવી ભૂકંપમાં આ મમી જમીનમાં દફન થયું હતું. 1995માં આઇટીબીપીના જવાનોને માર્ગ બનાવતી વખતે ખોદકામમાં આ મમી ફરી મળી આવ્યુ. કહેવાય છે કે ખોદાઈના સમયે આ મમીના માથા પર કુહાડી લાગવાથી લોહી નીકળ્યું હતું. જે સામાન્ય રીતે શક્ય નથી.

મમી પર એ તાજા નિશાન આજે પણ જોવા મળે છે. 2009 સુધી આ મમી આઇટીબીપીના કેમ્પસમાં રાખ્યું હતું. જોનારા લોકોની ભીડ જોયા પછીથી આ મમીને ગયુ ગામ સ્થાપિત કર્યું. ગયુ ગામ પહોંચવા માટે તમે શિમલા અને મનાલી બન્ને જગ્યાએથી જઇ શકો છો.

Author: thegujjurocks.in