Bollywood

બોલીવુડમાં પુરી રીતે ફ્લોપ પણ ક્ષેત્રીય ફિલ્મોમાં ટોપ પર છે આ 4 અભિનેત્રીઓ, જાણો નામ

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે આવી પણ તેમાંની અમુક કામિયાબ થઇ શકી તો અમુકની કારકિર્દી ગુમનામીના અંધારામાં જ રહી ગઈ. એવામાં આજે અમે તમને એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ હિન્દી સિનેમાજગતમાં તો ફ્લોપ રહી પણ અન્ય ક્ષેત્રીય ફિલ્મોમાં સુપરહિટ સાબિત થઇ.

1. કાજલ અગ્રવાલ:

Image Source

કાજલે લીડ અભિનેત્રીના સ્વરૂપે અજય દેવગનની સાથે સિંઘમ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તેના સિવાય તે ‘સ્પેશિયલ-26’ અને ‘દો લફજો કી કહાની’ માં જોવા મળી ચુકી છે. બોલીવુડમાં ફ્લોપ રહેલી કાજલનું નામ આજે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં લેવામાં આવે છે.

2. પૉલી ડૈમ:

Image Source

પૉલી ડૈમએ બોલીવુડમાં વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘હેટ સ્ટોરી’ માં કામ કર્યું હતું પણ તે કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જેના પછી તેણે બાંગ્લા ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવી.

3. નીરુ બાવજા:

Image Source

વિવેક ઓબેરૉયની સાથે ‘પ્રિન્સ’ ફિલ્મ અને અક્ષય કુમારની સાથે ‘સ્પેશિયલ-26’ માં જોવા મળેલી નીરુ બાવજાને બોલીવુડમાં કઈ ખાસ સફળતા જોવા ન મળતા પંજાબી ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લીધો. તેણે પંજાબી ફિલ્મોમાં 10 થી વધારે હિટ ફિલ્મો આપી છે.

4. મોનાલીસા:

Image Source

અંતરા બિસ્વાસ એટલે કે મોનાલિસાએ પણ બોલીવુડમાં નામ બનાવવાની કોશિશ કરી પણ સફળતા ન મળતા તેણે ભોજપુરી ફિલ્મો તરફ આગળ વધવાનું વિચાર્યું. મોનાલીસાનો ભોજપુરી ફિલ્મોમાં સૌથી વધારે ફી લેનારી અભિનેત્રીઓની લિસ્ટમાં સમાવેશ થાય છે.

Author: TheGujjuRocks.in